
પાટણ પંથકમાં પશુ ચોરીના નામે આતંક મચાવનાર અને કુખ્યાત મુલતાની ગેંગનું આજે સિદ્ધપુર શહેરમાં પોલીસે જાહેરમાં સરઘસ કાઢયું હતું. જેથી લોકોમાં મુલતાની ગેંગનાો ડર જતો રહે અને અને આ સરઘસમાં સામેલ આરોપીઓને જનતા ઓળખે. ભેંસોની ચોરીના ગુનામાં આરોપીઓનું ઘટનાસ્થળે પોલીલે રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીઓનું સરઘસ જોવા સિદ્ધપુરની બજારમાં લોકોનાં ટોળાં એકઠાં થયા હતા.
સિદ્ધપુર શહેરના ઝાંપલીપોળ વિસ્તારમાં ઘણા સમય પહેલા ભેંસોની ચોરી અંગે પોલીસ ચોપડે નોંધ લેવાઈ હતી. જેથી પોલીસે આરોપીઓનું ઘટનાસ્થળે રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું. અસંખ્ય પશુઓની ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ મુલતાની ગેંગ પશુ ચોરી કરનાર 10 આરોપીઓને ઝાંપલીપોળની બજારમાં લાવીને પોલીસે બરાબરનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આ મુલતાની ગેંગ રાજસ્થાન સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુ ચોરી કરતી હતી. પશુ ચોરી માટે જાણીતી મુલતાની ગેંગ સામે સિદ્ધપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી.હતી. જેથી જનતાએ પણ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી.