નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે આવેલી એપીએમસીમાં 6 સત્તાધિશોએ મનમાની કરી હોવાનું સામે આવ્યું છે. સરકારની ગ્રાન્ટ 75 લાખ 24 હજાર 496 રૂપિયા ખેડૂત તાલીમ ભવન બનાવવાની જગ્યાએ સિદ્ધિવિનાયક એન્ટરપ્રાઈઝને હોટલ બનાવવા માટે આપી દેતા તે નાણા વસૂલવા માટે ગાંધીનગરના ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ના સચિવે 6 જાણો ને નોટિસ આપી નાણા વસૂલવાની કાર્યવાહી કેમ ના કરવી તેવી પત્ર પાઠવતા એપીએમસી ના માજી હોદ્દેદારો માં ફફડાટ વ્યાપ્યો છે

