અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ. જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી દેખાતા હતા.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગય
8 ફાયરના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ 8 ફાયરના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.સુરક્ષાની દૃષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા..રાહતની વાત એ છે કે, આગ લાગતાની સાથે જ કંપનીના તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા