
તમે પણ આમ કરો છો?
* ગંદાં, અસ્તવ્યસ્ત કપડાં પહેરો છો?
* ઈસ્ત્રી કર્યા વગરની કરચલીવાલી સાડી અથવા દુપટ્ટો પહેરો છો?
* સલવારસૂટ પર મેચિંગ દુપટ્ટો નથી પહેરતાં.
* બ્લાઉઝ ફાટેલો,પેટીકોટ ઊંચો અથવા ફોલ નીકળી ગયો હોય એવી સાડી પહેરો છો?
* સિલાઈ નીકળી ગયેલાં કપડાં અથવા તૂટી ગયેલાં હૂક કે બટનવાળાં કપડાં પહેરીને બહાર જાઓ છો?
* ઈનરવિયર મેચિંગ નથી પહેરતાં. વ્યવસ્થિત રીતે એને પિનઅપ નથી કરતાં. ક્યાંક સ્ટેપ નીકળી ગયા હોય છે તો ક્યાંક સ્લિપ ફાટેલી હોય છે. તમે એની તરફ ધ્યાન જ નથી આપતા?
* વાળ વ્યવસ્થિત નથી ઓળતા અથવા એમાં ઘણું બધું તેલ નાખી ફિટ અંબોડા બનાવી પિન લગાવીને બહાર જાઓ છો?
* શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવે છે, પણ પરફ્યૂમ કે ડિઓડરેન્ટનું સ્પ્રે કર્યા વગર જ બહાર જાઓ છો. પરસેવો લૂછવા માટે રૂમાલની જગ્યાએ દુપટ્ટાનો ઉપયોગ કરો છો?
* ઘણાં મહિનાઓ સુધી થ્રેડિંગ, ફેસિયલ, બ્લીચિંગ અને વાળમાં કન્ડિશનર નથી કરાવતાં?
* બહાર જવાની ઉતાવળમાં ઘણીવાર બ્રશ અથવા સ્નાન કર્યા વગર જ નીકળી જાઓ છો?
* નખ ઘણાં લાંબા અને ગંદાં રાખો છો. ફાઈલરથી શેપ નથી આપતા. નેઈલપોલિસ પણ વ્યવસ્થિત નથી કરતાં?
* ફાટેલી એડી અને ખરબચડી કોણી પર ધ્યાન નથી આપતા?
* જ્વેલરી કે ઘડિયાળ પહેર્યાં વગર જ બહાર જાઓ છો?
* ફાટેલાં પટ્ટાવાળું પર્સ કે બેગ લઈને બહાર જાઓ છો?
* હાથમાં વધારે પ્રમાણમાં રંગીન બંગડીઓ પહેરો છો?
* ચહેરા પર મેકઅપ જેવું કશું કરતા નથી. જો કરો છો તો લિપસ્ટિક, કાજલ કે ફાઉન્ડેશન સ્પ્રેડ થશે એની દરકાર પણ નથી રાખતા?
* ચંપલ તૂટેલાં પહેરો છો. સેન્ડલના બદલે સ્લિપર પહેરીને જાઓ છો ?
જો તમે આમ કરતાં હો તો ૧૦૦ ટકા તમે ઓફિસ નહીં, શાક લેવા જ જઈ રહ્યા છો કારણ કે તમે પ્રોફેશનલ તૈયાર જ નથી થયા.
ઓફિસે જવા તૈયાર થવા માટે તમે તમારી જાતને સમય જ નથી આપ્યો. જે રીતે ઘરમાં રહો છો એ જ રીતે ઓફિસ જાઓ છો. જો કે ઓફિસમાં તમારું લુક અલગ હોવું જોઈએ કારણ કે ત્યારે તમે ઘરમાં રહેનારી એક સામાન્ય ગૃહિણી નથી હોતાં, પરંતુ ભણેલીગણેલી મહિલા હો છો જેની પોતાની એક ઈમેજ હોય છે, એક પોઝિશન હોય છે.
તમારી જાતને આ રીતે રજૂ કરો
* ડ્રેસઅપ વ્યવસ્થિત હોવું જોઈએ. ડ્રેસની સાથે મેચિંગ દુપટ્ટો જ વાપરો.
* ફાટેલાં અને મેલાં કપડાં ન પહેરો.
* ડ્રેસ વ્યવસ્થિત ઈસ્ત્રી કરેલો હોવો જોઈએ.
* ઈનરવિયર પણ મેચિંગ અને યોગ્ય ફિટિંગના પહેરો.
* વાળ વ્યવસ્થિત રાખો અને ક્લિપ અથવા પિન લગાવી સેટ કરો.
* પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે પરફ્યૂમ, ડિઓડરેંટ અથવા ટેલ્કમ પાઉડરનો ઉપયોગ અવશ્ય કરો.
* પરસેવો લૂછવા માટે રૂમાલ અથવા ટિશ્યુ પેપરનો ઉપયોગ કરો.
* સમયાંતરે થ્રેડિંગ, ફેસિયલ, બ્લીચિંગ, મેનીક્યોર, પેડીક્યોર, વાળમાં કન્ડિશનર અને કલર જેવી સૌંદર્ય સારવાર લેતા રહો.
* સવારે ઉતાવળમાં બ્રશ કે સ્નાન કરવાના બદલે થોડાં વહેલાં ઊઠી બરાબર બ્રશ કરી સ્નાન કરો. એડીને ફાટતી બચાવવા માટે રોજ પ્યૂમિક સ્ટોનથી ઘસીને સાફ કરો.
* હાથ અને પગના નખને ફાઈલરથી શેપ આપ્યા પછી વ્યવસ્થિત નેઈલપોલિશ કરો.
* લાઈટવેટ ઘડિયાળ કે જ્વેલરી જરૂર પહેરો.
* બેગના પટ્ટા વ્યવસ્થિત રાખો અથવા નવી બેગ ખરીદી લો.
* વધારે બંગડીઓ ન પહેરો.
* ચહેરા પર મેકઅપ જરૂર કરો, પરંતુ લાઈટ, નેચરલ શેડની લિપસ્ટિક, લાઈટ મોઈશ્ચરાઈઝર અથવા ફાઉન્ડેશન, બ્લેક કાજલ પેન્સિલ અથવા આઈલાઈનર પેન્સિલ લગાવો અને તે પણ વ્યવસ્થિત રીતે.
તૂટેલાં ચંપલ અથવા સ્લિપરને બદલે મજબૂત અને ઓછી હીલવાળા સેન્ડલ કે ચંપલ પહેરો.
- મિનાક્ષી તિવારી