Gold Silver price Today: સોના અને ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના લીધે આ નવો રેકોર્ડ બનાવ્યો છે. અખાત્રીજ પેલા સોના-ચાંદીના ભાવ બદલાઈ રહ્યા છે. સતત વધારા બાદ આજે બુધવારે 23 એપ્રિલે સોનાનો ભાવ 3000 પ્રતિ 10 ગ્રામમાં ઘટાડો આવ્યો છે. જો કે, ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી છે. નવા ભાવ બાદ સોનાના ભાવ એક લાખની અંદર અને ચાંદીના ભાવ એક લાખને પાર ટ્રેંડ કરી રહ્યા છે.

