
Gold Silver price Today: સોના અને ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના લીધે આ નવો રેકોર્ડ બનાવ્યો છે. અખાત્રીજ પેલા સોના-ચાંદીના ભાવ બદલાઈ રહ્યા છે. સતત વધારા બાદ આજે બુધવારે 23 એપ્રિલે સોનાનો ભાવ 3000 પ્રતિ 10 ગ્રામમાં ઘટાડો આવ્યો છે. જો કે, ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી છે. નવા ભાવ બાદ સોનાના ભાવ એક લાખની અંદર અને ચાંદીના ભાવ એક લાખને પાર ટ્રેંડ કરી રહ્યા છે.
આજે બુધવારે બુલિયન માર્કેટ તરફથી જાહેર સોના અને ચાંદીના ભાવ અનુસાર, આજે 23 એપ્રિલ 2025ના રોજ 22 કેરેટ સોનાના ભાવ 90,300, 24 કેરેટ સોનાનો ભાવ 98,500 અને 18 ગ્રામ સોનાનો રેચ 73,890 રૂપિયા પર ટ્રેંડ કરી રહ્યો છે. જ્યારે એક કિલો ચાંદીની રેટ એક લાખ રૂપિયા બોલાઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, 24 કેરેટ સોનાની કિંમત 96,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આ ઉપરાંત 22 કેરેટ સોનાની કિંમત 88,183 પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે ચાંદીની કિંમત 23 એપ્રિલે સવારે 95,940 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
સોન અને ચાંદીના ભાવને અસર કરતા પરિબળો
સોના અને ચાંદીની કિંમતોમાં ઘરેલું તેમજ આંતરરાષ્ટ્રીય બંને રીતે જુદાજુદા પરિબળોને લીધે સતત વધતા-ઘટચા રહેતા હોય છે. વિશ્વભરમાં માંગ, ચલણ, એક્સચેંજ રેટ, વ્યાજ દર, સરકારી નીતિઓ અને વૈશ્વિક કારણોને લીધે તેના ભાવમાં મહત્ત્વના ફેરફાર થતા રહે છે. સોના અને ચાંદીના નિષ્ણાતો જવેલર્સ બજારમાં વલણ અને મૂલ્ય ફેરફાર પર મહત્ત્વની જાણકારી આપી શકે છે.