
Rajkot News: રાજકોટના રાજકારણમાં સતત ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં ગોંડલમાંથી ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે. જેતપુર પોલીસ સ્ટેશનમાં બન્ની ગજેરા પર નોંધાયેલો છે જેમાં બન્ની ગજેરાની મદદગારીમાં પિયુષ રાદડિયા નામના વ્યક્તિનું નામ ખુલ્યું હતું. જે મામલે પિયુષ રાદડિયાને જેતપુર પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયા હતા.
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બન્ની ગજેરા પર ગુનો નોંધાયેલો છે. જેમાં જેતપુર તાલુકા મથકે બન્ની ગજેરાની મદદગારીમાં પિયુષ રાદડિયા હોવાથી નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર રહ્યા હતા. પાટીદાર આગેવાન જિગીષા પટેલ પણ હાજર રહ્યા હતા. પિયુષ રાદડિયાએ પોલીસ અને ભાજપાના આગેવાનો પર આક્ષેપો કર્યા હતા. રાજકોટ જિલ્લા એસપી આકાઓ નીચે કામ કરી રહ્યાનાં આક્ષેપ કર્યા હતા.
ખોટા ગંભીર ગુનાઓ દાખલ કરીને એનકેન પ્રકારે હેરાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પિયુષ રાદડિયાને ગોંડલ તાલુકા પીઆઇ કેમિકલ યુક્ત પાણી પીવડાવી ટોર્ચર કરી રહ્યા હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા.
જિગીષા પટેલે જણાવ્યું હતું કે, પોલીસ કોઈના ઈશારે કામ કરી છે. જેતપુર તાલુકા પોલીસ મથકે પિયુષ રાદડિયા નિવેદન આપવા હાજર થયા છતાં પોલીસ નિવેદન લેવા તૈયાર નથી. પોલીસ કાયદાની બહાર રહીને કાર્યવાહી કરી રહી છે. આગામી સમયમાં હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ સુધી જવાની અમારી તૈયારીઓ છે.