Home / Gujarat / Rajkot : Tragic death of 2 friends who drowned while bathing

Gondalમાં નહાવા પડેલા 2 મિત્રોના કરુણ મોત, એકને બચાવવા જતાં બીજો પણ ડૂબ્યો

Gondalમાં નહાવા પડેલા 2 મિત્રોના કરુણ મોત, એકને બચાવવા જતાં બીજો પણ ડૂબ્યો

Gondal News: રાજકોટ જિલ્લાના ગોંડલમાં ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના મોત થયા છે. એક યુવક તળાવમાં ડુબતા તેને બચાવવા માટે બીજો યુવક કુદ્યો હતો. ત્યારે બીજો યુવક પણ ડુબી જતાં બંને યુવકોના મોત થયા છે. ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તળાવમાં નહાવા પડેલા બે યુવકોનું મોત

ગોંડલના ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના ડુબી જવાથી કરુણ મોત થયા છે. હકીકતમાં એક મિત્રને તળાવમાં ડુબતો બચાવવા જતાં બીજા મિત્રએ પણ જીવ ગુમાવ્યો હતો. બંને યુવકોને તળાવમાં ડુબતા જોઈને સ્થાનિકો લોકોએ તાત્કાલિક નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

દુર્ઘટનામાં ભોગ બનનાર 20 વર્ષીય સુજલ રાજુભાઈ પરમાર તથા 17 વર્ષીય મેહુલ ઘેલાભાઈ બુકેલીયા બંને વોરા કોટડા રોડ વિસ્તારના રહેવાસી હતા અને મિત્રો હતા. સુજલ છુટક મજૂરી કામ કરે છે. પરિવારમાં માતા પિતા અવસાન પામેલ છે. તે બે ભાઈઓમાં મોટો હતો. મેહુલ છુટક મજૂરી કામ કરે છે અને તેના પરિવારમાં બે ભાઈ અને 4 બહેનોમાં સૌથી નાનો હતો.

સમગ્ર પંથકમાં શોકનો માહોલ

પંથકમાં બે આશાસ્પદ યુવાનોના તળાવમાં ડુબી જવાથી મોતના સમાચાર મળતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ગોંડલ બી - ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Related News

Icon