Rajkot News: રાજકોટ-અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમિત ખૂંટની આત્મહત્યાના પડઘા પડ્યા છે. હવે અનીડા ગામમાં સંમેલન મળ્યું છે. અમિત ખૂંટ કેસમાં આરોપીઓ નહિ પકડાય તો ઉગ્ર વિરોધ કરાશે. આગામી દિવસોમાં રીબડા ખાતે મહાસંમેલન કરવાની જાહેરાત કરાઇ છે. આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજા સહિત ત્રણ શખ્સો હજુ ફરાર છે.

