Gondal News: રાજકોટ જિલ્લાના ગોંડલમાં ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના મોત થયા છે. એક યુવક તળાવમાં ડુબતા તેને બચાવવા માટે બીજો યુવક કુદ્યો હતો. ત્યારે બીજો યુવક પણ ડુબી જતાં બંને યુવકોના મોત થયા છે. ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

