Home / Auto-Tech : Google launches new audio overview with help of AI

Tech News / હવે AIની મદદથી ઓડિયોમાં મળશે સર્ચ રિઝલ્ટ, ગૂગલ લાવી રહ્યું છે નવું ફીચર

Tech News / હવે AIની મદદથી ઓડિયોમાં મળશે સર્ચ રિઝલ્ટ, ગૂગલ લાવી રહ્યું છે નવું ફીચર

ગૂગલ દ્વારા હવે નવા ફીચરની શરૂઆત કરવામાં આવી છે. ગૂગલ દ્વારા સર્ચમાં AIનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ AIનો ઉપયોગ ઓવરવ્યુમાં કરવામાં આવે છે. આ ફીચરને ગૂગલ દ્વારા વધુ ઉપયોગી બનાવવામાં આવ્યું છે. આ ફીચરમાં હવે ગૂગલ દ્વારા ઓડિયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી જેમિની AIની મદદથી સર્ચ રિઝલ્ટ હવે ઓડિયોમાં પણ જોવા મળશે. આ અંગે ગૂગલે બ્લોગમાં જણાવ્યું કે, "ઓડિયો ઓવરવ્યુની મદદથી યુઝર હવે પોતાના હાથને ફ્રી રાખી શકશે, જેના કારણે હાથનો ઉપયોગ કર્યા વગર માહિતી મેળવી શકાશે."

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓડિયો ઓવરવ્યુનો કેવી રીતે ઉપયોગ કરશો?

ગૂગલના એક્સપેરિમેન્ટલ પ્રોગ્રામ હેઠળ આ ફીચર હાલમાં ગૂગલ લેબ્સમાં ઉપલબ્ધ છે. યુઝરે જે-તે વસ્તુ સર્ચ કરી હશે અને ગૂગલને લાગશે કે તે માટે ઓડિયો ઓવરવ્યુ આપી શકાય તેમ છે, તો ગૂગલ એ માટેનું ઓપ્શન આપશે. ઓડિયો ઓવરવ્યુ જનરેટ કરવા માટે અંદાજે 40 સેકન્ડ્સનો સમય લાગશે. ઓડિયો પ્લેયરમાં બેસિક બટન જેવા કે પ્લે, પોઝ, વોલ્યુમ કંટ્રોલ અને પ્લેબેક સ્પીડ માટેનું ઓપ્શન યુઝરને જોવા મળશે.

ઓડિયો જનરેટ થયા બાદ શું?

ઓડિયો જનરેટ થયા બાદ ગૂગલ ઓડિયો પ્લેયરમાં એક લિંક પણ આપશે, જેમાં બતાવવામાં આવશે કે કયા સ્ત્રોતમાંથી માહિતી લેવામાં આવી છે. આ ઓડિયો સાંભળ્યા બાદ, જો યુઝરને તે વિશે વધુ માહિતી જોઈએ છે, તો લિંક પર ક્લિક કરવું પડશે, જેથી વધુ માહિતી પ્રાપ્ત થઈ શકે. આ સાથે જ, દરેક ઓડિયો ઓવરવ્યુ સાંભળ્યા બાદ યુઝર એ વિશે ફીડબેક આપી શકશે. આ માટે થમ્સ અપ અને થમ્સ ડાઉનનું બટન આપવામાં આવશે. હાલમાં આ ફીચર અમેરિકા માટે અને ફક્ત અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, પરંતુ ખૂબ જ જલદી અન્ય ભાષાઓ અને દેશોમાં રિલીઝ કરવામાં આવશે.

ન્યુઝ પબ્લિશર્સને નુકસાન

ગૂગલના ઓવરવ્યુ ફીચરના કારણે ન્યુઝ પબ્લિશર્સને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જ્યારે યુઝર કોઈ ઘટના અથવા વસ્તુ વિશે સર્ચ કરે, ત્યારે તેમને તમામ માહિતી સીધા ઓવરવ્યુમાં મળી જાય છે. આ માટે, યુઝરને બીજી કોઈ વેબસાઈટ ખોલવાની જરૂર નથી પડતી. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં જણાવાયું હતું કે ગૂગલ AI અને અન્ય AI ટૂલ ન્યુઝ પબ્લિશર્સના ટ્રાફિકને ઘટાડી રહ્યા છે, કારણ કે યુઝરને ઓવરવ્યુમાંથી જ તમામ માહિતી મળી જતી હોવાથી વેબસાઈટ્સ પર ક્લિક ઘટાડાઈ રહ્યા છે.

Related News

Icon