મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જેને ઈટાલિયાએ સ્વીકારી લીધો હતો. આ પડકારના ભાગરૂપે, કાંતિભાઈ અમૃતિયા 150 ગાડીઓના કાફલા સાથે મોરબીથી ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. જોકે કાંતિ અમૃતિયા રાજીનામા આપ્યા વગર જ પરત ફર્યા હતા. રાજીનામાના સ્ટંટનો અંત આવ્યો હતો.
અધ્યક્ષ શંકર ચૌધરીએ સમગ્ર ઘટનાક્રમ મામલે કટાક્ષ વ્યક્ત કર્યો
ત્યારે આ મામલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સમગ્ર ઘટનાક્રમ મામલે કટાક્ષ વ્યક્ત કર્યો હતો. શંકર ચૌધરીએ કહ્યું કે નેતાઓએ પ્રજાના કામને મહત્ત્વ આપવું જોઈએ. જોકે આજે કાંતિ અમૃતિયા 150 ગાડીઓના કાફલા સાથે મોરબીથી ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા.
ગોપાલ ઈટાલિયાનો ફોન સ્વીચ ઓફ આવ્યો
જોકે ગોપાલ ઈટાલિયાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને તેઓ ત્યાં ફરક્યા પણ નહોતા. અને થોડાક કલાક બાદ કાંતિ અમૃતિયા રાજીનામું આપ્યા વગર જ પરત ફર્યા હતા. સમગ્ર રાજકીય સ્ટંટનો અંત આવ્યો હતો.