
રાજ્યમાં મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને આજે કર્મચારીઓ માસ સીલ ઉપર ઉતરી પડયા હતા. જેના લીધે કામકાજ ઠપ થઈ ગયું હતું. હડતાળને લીધે ઈ-ધરા તેમજ અન્ય કામગીરી સાવ અટકી પડી હતી, જેથી અરજદારોને ધરમના ધક્કા ખાવાની નોબત આવી પડી હતી.રાજ્યમાં આવેલા જિલ્લાના કર્મચારીઓ પણ આ માસ સીએલમાં જોડાઈને જડબેસલાક રીતે રજા પાડી હતી. વડોદરા, અમદાવાદ, નવસારી સહિતના જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલમાં ઉતરી પડયા હતા.
વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસીએલ પર, વડોદરા શહેર અને જિલ્લાના 300 કરતાં વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા. પોતાના પડતર પ્રશ્નોને લઈને આજરોજ વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસીએલ કરવામાં આવી રહ્યું છે એક દિવસની આ માસીએલમાં પોતાના પડતર પ્રશ્નોને લઈને મહેસૂલી કર્મચારીઓ સરકારને ફરી એક વખત અનુરોધ કરી રહી છ વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસીએલ કરી પોતાના પડતર પ્રશ્નોને લઈને મેદાનમાં આવ્યા છે. મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો નિર્ણય કરવો જોઇએ. જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે કલેક્ટરનુ એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો તે જ વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવી જોઇએ. ઉપરાંત વર્ષ-૨૦૧૫ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવું જોઇએ તેમજ વર્ષ-૨૦૧૨ના નાયબ મામલતદારોની સિનિયોરિટિ યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિધ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા જોઇએ તેરી માંગ મહેસૂલી કર્મચારીઓ દ્વારા ઉઠી છે.
પાટણ જિલ્લાના 240 મહેસૂલી કર્મચારીઓએ આજે માસ સી એલ પર ઉતર્યા હતા. કલેકટર કચેરીએ પડતર માંગણીઓ ને લઈ સૂત્રોચાર કર્યા હતા. હડતાળના કારણે આજે જિલ્લામાં ઈ-ધરા, પુરવઠા સહીત વિવિધ કામગીરી પર થઇ અસર છેલ્લા એક મહિના થી વિવિધ વિરોધ કાર્યક્રમો ચાલી રહ્યા છે.
મહેસૂલી કર્મચારીઓની માસ સીએલ સામે સરકારે પણ બાંયો ચડાવી
પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા નવસારી શહેર-જિલ્લાના મહેસૂલી કર્મચારી આજે માસ સીએલ પર ઉતરી પડયા હતા. નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે વર્ગ-3નાં કર્મચારીઓ એકત્ર થયા અને રજૂઆત કરવામાં આવી હતી. અનેક વખત રજૂઆત કરવા છતાં મહેસૂલી કર્મચારીના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય આવ્યો નહોતો જેથી આજે અખાત્રીજના દિવસે 30 એપ્રિલે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી પડયા હતા. મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો જેવા કે બદલીમાં અન્યાય ખાલી જગ્યાઓ ભરવા, પ્રમોશનમાં વિસંગતતા સહિતના પ્રશ્નો છેલ્લા લાંબા સમયથી અધ્ધરતાલ લટકી રહ્યા હતા. નાયબ મામલતદારથી મામલતદારના પ્રમોશન આપવા સહિતની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. બીજી તરફ મહેસૂલી કર્મચારીઓની માસ સીએલ સામે સરકારે પણ બાંયો ચડાવી છે. રજા મંજૂર નહિ કરવા જિલ્લા કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે.