'મને જે નકારાત્મક પ્રતિભાવો મળ્યા છે તેને હું મારા કામને સુધારવાનાં સૂચનો તરીકે જોઉં છું. હું આ ફીડબેકને નેગેટિવ ગણતી જ નથી, કારણ કે દર્શકો તો એમને જે લાગે એ જ કહે
હિન્દી ફિલ્મોની એક જમાનાની મસ્ત મસ્ત ગર્લ તરીકે જાણીતી હિરોઇન રવિના ટંડને પછી તો 'આરણ્યક' નામની વેબ સિરીઝ કરીને નવી ઇનિંગ્સમાં પણ ઓડિયન્સને પ્રભાવિત કર્યા. જોકે હવે સ્પોટલાઇટ રવિના પરથી ખસીને એમની રૂડીરૂપાળી દીકરી રાશા પર આવી ગઈ છે. રાશા થડાનીએ બોલિવૂડમાં 'આઝાદ' ફિલ્મથી સાથે એન્ટ્રી મારી, આ ફિલ્મ તદ્દન ફ્લોપ થઈ છતાંય આજે એકલું બોલિવુડ જ નહીં દર્શકોમાં પણ રાશાની ચર્ચા થઈ રહી છે.

