Home / Gujarat / Gandhinagar : GPSC news: Relief for candidates preparing for the exam, the exam to be held on May 11 will be conducted as usual

GPSC news: પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને રાહત, 11 મેએ લેવાતી પરીક્ષા રાબેતા પ્રમાણે લેવાશે

GPSC news: પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને રાહત, 11 મેએ લેવાતી પરીક્ષા રાબેતા પ્રમાણે લેવાશે

GPSC Exam: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળે પાકિસ્તાન અને PoKમાં સ્થિત 9 આતંકી ઠેકાણાને નષ્ટ કરી મૃતકોની મોતનો બદલો લીધો હતો. જોકે, આ ત્યારબાદથી પાકિસ્તાને ભારતીય સરહદો પર હુમલો શરૂ કરી દેતાં બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતની કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી તરફથી ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે તંગદિલી સર્જાઈ છે. એવામાં હવે રવિવારે (11 મે) યોજાનારી GPSCની પરીક્ષાને લઈને મોટી અપડેટ  છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

GPSCની પરીક્ષા યથાવત્
GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે કે, 'ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી આવતી કાલ (11 મે)ની પરીક્ષા યથાવત રહેશે.' આ પરીક્ષા રાબેતા મુજબ ચાલુ જ રહેશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. 

નોંધનીય છે કે, GPSC દ્વારા રવિવારે (11 મે) Assistant Environment Engineer, (GPCB), Class-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 

Related News

Icon