GPSC Exam: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ક્લાસ 1-2ની પરીક્ષા આજે રવિવારે (20 એપ્રિલ, 2025) લેવામાં આવી હતી. જેમાં ગુજરાતના 21 જિલ્લામાં 97 હજારથી વધુ ઉમેદવારો માટે પરીક્ષા યોજાઈ હતી. આ વખતે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલા પ્રવેશ આપવામાં આવ્યો હતો. GPSCની પરીક્ષા નવી પેટર્ન લેવામાં આવી છે, ત્યારે પરીક્ષાર્થીઓને સમય ઓછો પડ્યો હોય તેમ જણાવ્યું હતું. જ્યારે પેપર UPSC લેવલનું પૂછાયું હોવાનું પરીક્ષાર્થીઓનું કહેવું છે.

