સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકના ધાંગધ્રા શહેરમાં અંબિકા ઓઈલ મિલ વળી જગ્યા આવેલી છે. તે વિસ્તારમાં રહેનાર સીનિયર સિટીઝન મહિલાએ કૈલાસ સોસાયટીના મેમ્બરોએ એક સંપ કરી દબાણ અને ખોટા લોકેશનના આધારે અને ખોટા દસ્તાવેજના આધારે વેચાણ કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાએ જણાવ્યું હતું કે, તેમણે તા. ૧૯-૩-૧૯૯૦ના રોજ દસ્તાવેજ દ્વારા જમીન ખરીદી હતી. જેનો કબજો પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. છતાં હાલમાં કૈલાસ સોસાયટીના કેટલાક સભ્યો અને પ્રમુખ દ્વારા તેમની જમીનમાં દબાણનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

