ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. જોકે, આ વચ્ચે સાબરકાંઠાના તલોદ તાલુકાના આંત્રોલી વાસ દોલજી ગામમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ગામમાં વર્ષોથી પાયાની સુવિધા પહોંચી શકી ના હોવાથી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અનેક વખત રજૂઆતો કરવા છતા પૂર્વ સરપંચ કે તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર
સાબરકાંઠાના તલોદ તાલુકાના આંત્રોલી વાસ દોલજી ગામમાં સ્થાનિકોએ પાયાની સુવિધાઓના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ગામમાં વર્ષોથી રોડ-રસ્તા અને વીજળીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. અનેક વાર રજૂઆતો કરવા છતા પણ પૂર્વ સરપંચ કે તંત્ર દ્વારા આ બાબતે કોઇ કામગીરી કરવામાં આવી નથી.
ગામમાં બાળકોને શાળામાં જવા માટે રસ્તા જ નથી. ચોમાસામાં તેઓ ભારે હાડમારી વેઠી રહ્યા છે. લાઇટની પણ અનિયમિતતા છે ત્યારે આ બધા પ્રશ્નોને લઇને ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. જો તંત્ર ટેક્સ ભરવા છતા સુવિધાઓ ના આપી શકે તો તેવી ચૂંટણીની તેમને કોઇ જરૂર નથી તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. આ સાથે જ ગામમાં કોઇ ઉમેદવારે પ્રચાર માટે આવવું નહીં તે પ્રકારના બેનર પણ લગાવીને ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે જ્યારે 25 જૂને પરિણામ જાહેર થશે.
2 જૂન- જાહેરનામું
9 જૂન- ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
11 જૂન- ફોર્મ પાછું ખેચવાની તારીખ
22 જૂન- મતદાન
25 જૂન- પરિણામ