ગુજરાત સરકારે આણંદ જિલ્લાની એક ગ્રામ પંચાયતને નગરપાલિકા જાહેર કરી છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદ જિલ્લાની તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા તારાપુરના વિકાસ માટે તારાપુર નગરપાલિકાના દરજ્જો આપવા માટે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી.

