Home / Business : There should be no parallel action by state and central authorities on the same issue

Business: સમાન મુદ્દા ઉપર રાજ્ય અને કેન્દ્ર અધિકારી દ્વારા પેરેલલ કાર્યવાહી ના થાય

Business: સમાન મુદ્દા ઉપર રાજ્ય અને કેન્દ્ર અધિકારી દ્વારા પેરેલલ કાર્યવાહી ના થાય

- વેચાણવેરો

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- GST કાયદો સરકાર દ્વારા 'એક રાજ્ય એક વેરો' તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો છે અને તેનો અમલ કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સત્તા આપી છે. ઘણી વખત સમાન મુદ્દા ઉપર કેન્દ્ર તથા રાજ્યના અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. આવી બે વખત સમાન મુદ્દા ઉપર બે અલગ ક્ષેત્રફળ અધિકારી કરી ના શકે. CGST કાયદાની કલમ ૬(૨)(બી) હેઠળ એમ સ્પષ્ટપણે જોગવાઈ છે જે કિસ્સામાં યોગ્ય અધિકારી SGST અથવા UT GST હેઠળ કાર્યવાહી કોઈ મુદ્દા ઉપર હાથ ધરી હોય તો તે સમાન મુદ્દા ઉપર CGST ના અધિકારી દ્વારા પેરેલલ કાર્યવાહી થાય નહીં. આવો બનાવ અવાર-નવાર વેપારી આલમ સાથે થયા રાખે છે અને લાચાર વેપારીને માન. હાઈકોર્ટમાં જઈ ન્યાય પ્રાપ્ત કરવો પડે છે. તાજેતરમાં માન. દિલ્હી હાઈકોર્ટ દ્વારા મે સન ઓટોમેશન લી. વિ. સેલ ટેક્ષ અધિકારી કલાસ II તથા અન્ય (WPCC) 5734/2025) તારીખ ૧.૫.૨૦૨૫ના રોજ ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

અરજદારને સ્ટેટ ટેક્ષ અધિકારી દ્વારા તારીખ ૨૭ નવેમ્બર ૨૦૨૪ કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ તારીખ ૨૭ ફેબુ્રઆરી ૨૦૨૫ના રોજ આદેશ પસાર કરવામાં આવ્યો. નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે સ્ટેટ ટેક્ષ અધિકારી દ્વારા દંડ સાથે રૂા. ૧૫૭.૬૬ કરોડની માતબર રકમની ડિમાન્ડ ઉપસ્થિત કરી. પ્રસ્તુત કેસમાં અગાઉ માન.જોઈન્ટ કમિશ્નરશ્રી (એડજ્યૂડિકેશન), CGST દિલ્હી નોર્થ દ્વારા તારીખ ૩૦.૮.૨૦૨૪ ના રોજ પસાર કરેલ હતો. સમાન મુદ્દા ઉપર અને અરજદાર દ્વારા તેની સમક્ષ અપીલ કરેલ કમિશ્નરશ્રી ((Appeals-I), CGST ની કચેરીમાં સ્ટેટ ટેક્ષ અધિકારીનો સમાન મુદ્દા ઉપરનો આદેશ અરજદાર દ્વારા માન. દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો.

અરજદારની દલીલ

અરજદાર દ્વારા ઠોસ દલીલ કરવામાં આવી કે સ્ટેટ ટેક્ષ અધિકારી દ્વારા CGST અધિકારીનો આદેશ ધ્યાને લીધો જ નથી. SGST અને CGST ના અધિકારીનો એક જ મુદ્દા ઉપર પેરેલલ આદેશ અને કાર્યવાહી પાયાવિહોણો છે. CGST ની કલમ ૬(૨)(બી) જોતા સ્ટેટ ટેક્ષ અધિકારીનો આદેશ અને તમામ કાર્યવાહી રદ કરવાની થાય.

સરકારની દલીલ

આદેશને ટેકો આપ્યો અને યોગ્ય ગણવા રજૂઆત કરી.

દિલ્હી હાઈકોર્ટનો ચૂકાદો

દિલ્હી હાઈકોર્ટે ખાસ નોંધ્યું કે સ્ટેટ ટેક્ષ અધિકારીએ CGST અધિકારીનો આદેશ ધ્યાને લેવાનો થાય. વધુમાં હાઈકોર્ટ દ્વારા પોતાનો ચૂકાદો અમીત ગુપ્તા વિ. યૂનિયન ઓફ ઈન્ડિયા (WP C 8625/2022) પર આધાર રાખીને તેમ ઠરાવ્યું કે કલમ ૬(૨)(બી)ની જોગવાઈ ધ્યાને લેતા સમાન મુદ્દા ઉપર સ્ટેટ ટેક્ષ અધિકારીનો આદેશ અને કાર્યવાહી અયોગ્ય છે.

 - સોહમ મશરુવાળા

Related News

Icon