Home / Gujarat / Amreli : Ahmedabad plane crash: A unique tribute was paid to the deceased of the Ahmedabad plane crash in Gir Dudhala village of Amreli

Ahmedabad plane crash: અમરેલીના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને આવી અનોખી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

Ahmedabad plane crash: અમરેલીના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને આવી અનોખી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

Ahmedabad plane crash: અમરેલીના ધારી તાલુકાના ગીરદુધાળા ગામે પીપી સવાણી ગૃપ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી. જેમાં કુલ 102 વીઘામાં 10 હજાર વૃક્ષોનું વાવેતર કરી તમામ વૃક્ષો પર મૃતકોના નામ લખી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી. એક જીવ સામે બે જીવનું વૃક્ષ રૂપી વાવેતર કરવામાં આવ્યું હતું અને આજે પી પી સવાણી ગૃપ દ્વારા પોતાની 102 વીઘા જમીનમાં 10 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં  પોતાનો જીવ ગુમાવનાર મૃતાત્માને શ્રદ્ધાંજલી અર્પણ કરી તમામ વૃક્ષો મૃત્યુ પામેલા વ્યક્તિઓનાં નામ લખીને અનોખી અને જરા હટકે રીતે શ્રદ્ધાંજલી અર્પણ કરી જેમાં પ્રથમ પૂર્વ મુખ્ય મંત્રી વિજભાઈ રૂપાણી તેમજ અન્ય મૃતકોના નામ સાથે વૃક્ષારોપણ કર્યું જે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ અને મહેશભાઈ સવાણીના પુત્રવધૂના હસ્તે અને દેશના ગૌરવરૂપી કીક બોક્સિંગ પ્લેયર ડિકલ ગોરખા અને ખુશી ગોરખા એમના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું જેમાં મામલતદાર આરએફઓ વિસ્તરણ પીઆઇ ધારી સહિતના અધિકારીઓ અને આગેવાનો હાજર રહી ભાવભરી શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 

Related News

Icon