Home / GSTV શતરંગ / Lalit Laad : What do Surtilalaas say?

શતરંગ/ સુરતીલાલાઓ શું કહે છે ?

શતરંગ/ સુરતીલાલાઓ શું કહે છે ?

સુરતમાં કુંભાણી ફસકી પડ્યા અને પ્યારેલાલ પોચા પડી ગયા ! આમાં ને આમાં ભાજપના મુકેશ દલાલ બિન-હરીફ ચૂંટાઈ ગયા ! હવે સુરતીલાલાઓ શું કહી રહ્યા છે ? સાંભળો…

*** 

‘હત્તેરેકી ! હવે ચૂંટણી જ નીં થવાની ? એટલે આપણો તો મટાઢિકાર બી ગિયો !’

‘અરે, મટાઢિકાર મટાઢિકાર હું કરિયા કરે ? અડધા હૂરતી તો આમ બી મટ આપવા નીં જટા !’

‘વાત જવા દે નીં ? આ ચૂંટણીમાં મફટનો ડારૂ પીવા મલતે ! અ’વે તે બી નીં મલવાનો !’

‘એલા, પાંચ વરહે એક વાર મફટનો ડારૂ પીવા મલે, તેના હારુ આટલો બઢો કકલાટ હું કરિયા કરવાનો ?’

‘પાર્ટીનાં કારિયાલય પર રોજનાં ચા-નાસ્ટા ને ચવાણાં મલટે… તે બી નીં મલવાનાં !’

‘આ હુરટીલાલા આટલા બઢા અમડાવાડી કે દા’ડથી થેઈ ગિયા ? ચા ને ચવાણું વગર મરી થોડા ગિયા ?’

‘એ હમઇજા, પણ ઇલેક્સનના દા’ડે આંગરી પર ટપકું કરાવીને ફેસબુકમાં ફોટા બી નીં મુકવા મલવાના…’

‘એમાં વલી હું લૂંટાઈ ગિયું ? આપડે વગર ટપકાંનીં આંગલી બતલાવીને ફોટો મુકવાનો ! નીચે લખવાનું… જબ કોરી ઉંગલી સે ઘી નિકલટા હૈ, તો ટપકાંવારી ક્યું કરનેકા?’

‘પણ, પેલું વિજય સરઘસ નીકલતે તો જરી મજા પડતે નીં ?’

‘એમાં હું ? એ તો ભાજપવારાને કે’ય તો ૭મેએ બી કાડી બટલાવે !’

‘એમ નીં… પણ ૭મી મેએ રજા તો મલહે કેનીં ?’

‘કેમ નીં મલે ? આપડે તો ચૂંટણીપંચનું કામ એડવાન્સમાં કરી લાઈખું ! બબ્બે રજા મલવી જોવે.’

‘પણ હહરીનું… ઇલેક્સન થતે તો આપડો ઉમેડવાર આપડા એરિયામાં વાજતે ગાજતે આવે… એ બધું જોવા મલટે ને ?’

‘તો તને હું લાગે ? આપડો ઉમેડવાર અ’વે આપણને પાંચ વરહ લગી જોવા બી મલવાનો કે ?’

‘કમ સે કમ મોદી તો આવતે ?’

‘અ’વે કાંથી આવવાનો ? આપડે જ લાગેલા ઉ’તા… આયેગા તો મોદી… આયેગા તો મોદી… અ’વે તો ગેરંટીથી નીં આવે !’

‘હારા... આપડે ભૂલ કરી ! ગેરંટી તો કુંભાણી પાંહેથી લેવાની ઉતી, કે ભાઈ તૂ બેહી નીં જટો !’

***

- મન્નુ શેખચલ્લી