IPL 2025ની 64મી મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) ની ટીમને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે 33 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં GTના બેટ્સમેન સારું પ્રદર્શન ન કરી શક્યા અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ પણ GTની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. પરંતુ જો તે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની તેની આગામી મેચ હારી જાય તો પોઈન્ટ્સ ટેબલના ટોપ-2 માંથી બહાર થવાનું જોખમ રહેલું છે. બીજી તરફ, જો પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ટીમો પોતપોતાની મેચ જીતી લે છે, તો GT માટે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2માં રહેવું મુશ્કેલ બનશે. એટલા માટે LSG સામેની મેચ જીતવી તેના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી.

