ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ડિગ્રી અને ડિપ્લોમાના જુના નાપાસ વિદ્યાર્થીઓને બેકલોગ ક્લિયર કરવા એટલે કે જે વિષયોમાં નાપાસ થયા હોય તે વિષયોની પરીક્ષા આપી પાસ થવા માટે ફરીવાર એક અંતિમ તક આપી છે. જીટીયુમાં જુના વિદ્યાર્થીઓની અનેક રજૂઆતો આવી હતી અને જને પગલે જીટીયુ દ્વારા ફરી એકવાર અંતિમ તક આપવા નિર્ણય લેવાયો છે. હાલ જીટીયુમાં પ્રથમ બેચથી લઈને અત્યાર સુધીના વિવિધ ડિગ્રી-ડિપ્લોમા કોર્સીસના નાપાસ હોય તેવા જુના 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે અને જેઓનું એનરોલમેન્ટ પણ પૂર્ણ થઈ ગયુ છે.

