
ગુજરાતનો સૌથી મોટો લોક પર્વ નવરાત્રિ મહોત્સવ આ વખતે અંકલેશ્વરવાસીઓ માટે જીવનભરનું સંભારણું બની રહ્યું. આંતરરાષ્ટ્રીય પોપ કલાકાર અને ગાયિકા-ગીતકાર, પૂર્વા મંત્રીએ ગાર્ડન સિટી અંકલેશ્વરમાં નવરાત્રિ ઉત્સવમાં મંચ પર ધૂમ મચાવી ખેલૈયાઓને ખૂબ ડોલાવ્યા હતાં. પૂર્વા મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેખેલો ગરબો આવતી કાલેએ ખેલૈયાઓમાં જબરદસ્ત આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે ટ્વીટ કરીને પૂર્વા મંત્રીને આશીર્વાદ આપ્યા હતાં.
ધમાકેદાર ઉજવણી
અમેરિકામાં સફળ "પૂર્વાસ્ટીક ટૂર" પછી, પૂર્વા અંકલેશ્વર ખાતે ધમાકેદાર નવરાત્રિ સાથે આવી પહોંચી હતી. પૂર્વાએ પરંપરા અને આધુનિકતાને એકસાથે લાવીને તાજેતરના વર્ષોમાં આ ઉજવણીને સૌથી યાદગાર બનાવી દીધી હતી. અહીં સ્થળ પર રાત-રાતભર ભીડ ઉમટી પડતાં, પૂર્વાના ઉચ્ચ-ઓક્ટેન પર્ફોર્મેન્સે આ ઉત્સવને એક વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ફેરવી દીધો હતો જેનાથી તેણી અને પ્રેક્ષકો વચ્ચે એક શક્તિશાળી જોડાણ ઊભું થયું હતું. તેણીના લોકપ્રિય લોકગીતોની રજૂઆત, તેણીની સિગ્નેચર શૈલી સાથે, રસીયાઓ ડાન્સ કરી નવરાત્રિની ભાવનામાં ઉમંગભેર સાચી ઉજવણી કરી હતી.
મોદીએ કર્યુ ટ્વિટ
પૂર્વા કહે છે કે, "અંકલેશ્વરમાં અહીંની દરેક રાત એક સુંદર સ્વપ્ન જેવી લાગી. લોકોની ઉર્જા અને ઉત્સાહ જોરદાર હતો. હું મારા સંગીતને સંસ્કૃતિના આ વાઇબ્રેન્ટ સેલિબ્રેશનમાં લાવવા માટે ખુબજ સન્માનિત છું. સાથે મળીને, અમે એવી પળોની ઉજવણી કરી કે જે જીવનભર યાદ રહેશે..!" સમગ્ર નવરાત્રિના આયોજન દરમિયાન ખાસ બાબત એ રહી હતી કે પૂર્વા એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રચિત ગરબો આવતી કાલે ને સ્વરબદ્ધ કરી ખેલૈયાઓને ખૂબ જ ડોલાવ્યા હતા. જ્યારે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ટ્વીટ કરીને આ બાબતને વધાવવા સાથે જ પૂર્વા ને આશીર્વાદ આપ્યા હતા.