
ગુજરાત ATSને ટીમને સાયબર ટેરેરિઝમનો કેસ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. ATS દ્વારા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા બે સાયબર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જીહાદી મહત્વાકાંક્ષાઓ ધરાવતા આ બે આતંકવાદીઓએ ભારતીય વેબસાઇટ્સને નિશાન બનાવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકીઓએ ભારત વિરોધી જૂથો સાથે હાથ મિલાવીને સરકારી વેબસાઇટ્સને નિશાન બનાવ્યા હતા. બંને સાયબર આતંકવાદીઓ નડિયાદના છે. જાસીમ અંસારી અને તેનો સાથી માત્ર મેટ્રિક પાસ છે પરંતુ YouTube અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તેઓ હેકિંગ શીખ્યા છે. સમગ્ર મામલે ATS દ્વારા બંને આંતકીઓની નડિયાદથી ધરપકડ કરવામાં આવી છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ઘણીવાર વેબસાઈટ પર અટેક કરવામાં આવ્યો હતો. બાતમી મળી હતી કે, જસિમ અન્સારી દ્વારા હેક કરવામાં આવે છે. ટેલીગ્રામ ગ્રુપમાં દેશ વિરોધી પોસ્ટના સ્ક્રીન શોટ શેર કરવામાં આવતા હતા. FSLમાં પણ ફોનનું ટેસ્ટીંગ કરતા ઘણા પુરાવા સામે આવ્યા છે. બંને આરોપીઓ વેબસાઇટ પરથી હેકિંગના પાઠ ભણ્યા હતા.
એપ્રિલમાં 50 જેટલી સરકારી વેબસાઇટ પર અટેક કર્યા હતા
7 મેના રોજ 20થી વધુ એટેક કર્યા હતા. ડિફેન્સ, એવિએશન, કેન્દ્ર સરકારની વેબસાઇટ પર આરોપીઓ દ્વારા એટેક કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સાયબર ટેરિઝમ નો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દેશ વિરોધી માઇન્ડ સેટ ધરાવે છે.
ઓનલાઇન કન્ટેન્ટ જોઈને દેશ વિરોધી માનસિકતા પેદા થઈ હતી
તેમના 100થી વધુ લોકો ફોલોઅર હતા. બેક અપ ચેનલ બનાવી હતી જેથી ફોલોઅર્સ સુધી માહિતી પહોંચતી રહે. છેલ્લા 6-8 મહિનાથી આરોપીઓ એક્ટિવ હતા. DDOS માટેના અભ્યાસ આરોપીઓએ કર્યા છે. વેબસાઇટ હેક કરી ભારત વિરોધી લખાણ વેબસાઈટમાં મૂકતા હતા.
બંને આરોપી 12 નાપાસ છે
આરોપીઓએ ધમકી આપી હોય કે રૂપિયા માંગ્યા હોય એવી કોઈ વાત હજુ સુધી સામે નથી આવી. IT એક્ટ 43 અને 66 (f) અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. બેંક એકાઉન્ટમાં કોઈ ફંડ આવ્યું હોય એવું સામે આવ્યું નથી. બે આરોપી પૈકી એક સગીર અને એક પુખ્ત વયનો છે. બંને આરોપી 12 નાપાસ છે. વેબસાઇટ હેક કરી આરોપીએ દેશ વિરોધી પોસ્ટ લખી હતી.