
Gujarat By-election: મહેસાણાની કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં હવે નવો રંગ જામ્યો છે. ચાવડા સમાજમાંથી આવતા ઉમેદવારોમાં ખરાખરીનો જંગ જામશે. કડી પેટાચૂંટણીને લઈ કોંગ્રેસના રમેશ ચાવડા, આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા અને ભાજપના રાજેન્દ્ર ચાવડા ત્રણેય પક્ષોનું પ્રચાર કાર્ય તેજ બન્યું છે. અને તેને મુખ્ય પાર્ટી સિવાય શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
જેથી રાજકીય વિશ્લેષકે ભાજપના જૂથવાદ એમાં પણ નીતિન પટેલ સહિત વિનોદ પટેલ અને રજની પટેલના જૂથ એક થાય તો જીત ભાજપને મળશે તેવા એંધાણ આપ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા માટે કોંગ્રેસના નેતાઓએ કડીમાં પડાવ નાંખ્યો છે. અને જૂના નેતા અને રાજકારણમાં સક્રિય હોવાથી તેઓ કોગ્રેસમાં રહીને ટક્કર આપશે. જ્યારે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા કોના વોટ કાપશે તે વાત પર નિશાન તાક્યું હતું. હાલમાં તો કડીની બેઠક પર પ્રાથમિક તારણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.