Home / Gujarat / Gandhinagar : Gram Panchayat elections may be announced in Gujarat today

આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ શકે, બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ શકે, બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ શકે છે. બપોરે 3 કલાકે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. રાજ્યમાં 8240 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે. લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ શકે

દોઢ વર્ષ પછી 8,240થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગ બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. 8,240 જેટલી ગ્રામ પંચાયતોમાં 60 હજારથી વધુ બેઠકો માટે ચૂંટણી જાહેર થાય તેવી સંભાવના છે. 

EVM નહીં પણ બેલેટ પેપરથી યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી

બેલેટપેપરથી ચૂંટણી 30મી જૂને ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઇ રહી છે. મુદત પૂર્ણ થઇ હોય તેવી પંચાયતોની ચૂંટણી યોજવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરોએ પત્ર લખી પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ કર્યો છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણી પંચે બેલેટપેપર છપાવવા પ્રિન્ટીંગ પ્રેસ નક્કી કરવા, ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા ટેન્ડર પ્રક્રિયા કરવા પણ જણાવી દીધું છે. 

કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી-કાઉન્ટીંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયુ છે. સરપંચ માટે દાવેદારોએ અત્યારથી તૈયારીઓ કરી છે. સરપંચ કેટલો ચૂંટણી ખર્ચ કરી શકશે તે ધારાધોરણ પણ નક્કી કરવામાં આવશે. 

પંચાયતની ચૂંટણીમાં કેટલી મતપેટીઓ જોઈએ, કેટલી મતકુટિરની જરૂરિયાત ઉભી થશે. એટલુ જ નહીં, મતદારોની આંગળીએ લગાવવામાં આવતી શાહી કેટલી માત્રામાં જોઈશે તે સમગ્ર બાબતે કામગીરી કરવા અત્યારથી જીલ્લા કલેક્ટર કચેરીના અધિકારી-કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યાં છે. 

ઉલ્લેખનીય છેકે, કેટલીય ગ્રામ પંચાયતોની તો મુદત પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ઘણી પંચાયતોની મુદત ચાલુ માસમાં પૂર્ણ થવા જઈ રહી છે. આ પંચાયતોમાં તલાટી કમ મંત્રી વહીવટદારની ભૂમિકામાં છે. 

હાલ ગુજરાતમાં તલાટીઓની અછત વર્તાઇ રહી છે. ભરતી થઈ નથી જેના પગલે એક તલાટીને બે-ત્રણ ગામોની જવાબદારી સોંપવામાં આવી છે જેના કારણે પંચાયતોની વહીવટ ખોરવાયો છે. ગામડાઓનો વિકાસ ખોટકાયો છે. આ જોતાં હવે પંચાયતોની ચૂંટણી યોજાય તે ચૂંટાયેલી પાંખ વહીવટ કરશે.

 

Related News

Icon