ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. એવામાં કૃષિ વિભાગે નુકસાનીનો સરવે કરવા માટેનો આદેશ આપ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની આશંકા છે. એવામાં પ્રાથમિક સરવે પૂરો કરીને બે દિવસમાં કૃષિ વિભાગને રીપોર્ટ સબમિટ કરવાનું જણાવવામાં આવ્યું છે. સત્રના અંત સુધીમાં રીપોર્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. મળતી માહિતી મુજબ, કમોસમી વરસાદના કારણે કેરી, ચીકુ જેવા બાગાયતી પાકોમાં મોટાપાયે નુકસાન થયાની આશંકા છે. આ સિવાય મગ, તલના પાકને પણ નુકસાન થયું છે.

