Rain In Gujarat: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે 14 જૂન પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સુરત, ડાંગ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભરૂચ, વલસાડ, સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. આજે રવિવારે બપોરે 2 વાગ્યાથી રાત્રના 8 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.39 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યમાં 148 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યમાં આગામી આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

