ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર પકડવાને મામલે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર અનેક સવાલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા ડૌ. મનીષ દોષીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઘણા સમયથી બોગસ હથિયાર વેપાર થઈ રહ્યો છે. ગેરકાયદેસર લાયસન્સ આપવામાં આવી રહ્યા છે. ATS અને SOG દ્વારા સમગ્ર માહિતી બહાર આવી છે. તપાસ રાજ્યના મંત્રી સુધી પહોંચતા અટકાવી દેવામાં આવી છે.

