
ગુજરાતમાં ઉનાળાની ઋતુએ માઝા મુકી છે. રાજ્યમાં રહેતા સૌ કોઈ ગરમીથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. સરકારે ગુજરાતીઓને સંભાળ રાખવા અપીલ કરી છે. એવામાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારીએ હવામાન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. 3 તારીખ બાદ રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી છે. રાજ્યમાં 3થી 7 મે છૂટાછવાયા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે જેથી આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 30-35 કિમી પ્રતિ કલાકની રહેશે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી છે.