
Gujarat Weather News: ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી બે દિવસ થન્ડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી છે.
https://twitter.com/IMDAHMEDABAD/status/1922199930413695333
હવામાન વિભાગની આગહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે (13મી મે) રાજ્યના અનેક ભાગમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 14મી મેના રોજ કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં 30થી 40 કિ.મી.ની ગતિથી પવન ફૂંકાવાની આગાહી છે.
15 મેના રોજ અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં શુષ્ક હવામાન રહેશે.
આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદ શક્યતા છે. સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય જોવા મળ્યું છે. આજે 40-50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી 7 દિવસ દરમિયાન 3-5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે.