
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે, ત્યારે આજે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે, જેમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. માત્ર છૂટો છવાયો વરસાદ પડી શકે છે, તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ આવી શકે છે. હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદનો યલો એલર્ટ અપાયું છે.ઉપરાંત, માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં ચોમાસા ઋતુની કાગડોળે રાહ જોવાઈ રહી છે, 8 જૂન સુધી રાજ્યમાં ચોમાસાના આગમનની આગાહી કરાઇ છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાને લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આજે વરસાદને લઈ હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે,જેમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જો કે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે.
આજે પણ રાજ્યમાં વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થવાની સંભાવના છે. અમદાવાદમાં તાપમાન 39 ડીગ્રી રહેવાની સંભાવના છે. હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદનો યલો એલર્ટ અપાયો છે.ઉપરાંત, માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.