ગુજરાતમાંથી સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પિતાએ જ પોતાની દિકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લાના ખાંભાના ડેડાણ ગામમાં પિતાએ સગી દીકરી પુત્રીની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

