Jamnagan news: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણની સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યભરમાં એસ.ટીમાં રોજિંદા 29 લાખ મુસાફરો અપડાઉન કરી રહ્યા છે. અને રાજ્યમાં 8550 થી વધુ બસો ઓન ધ રોડ નિયમિત દોડી રહી છે. ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે અને અમરેલી, ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્ય ભરમાં ગુજરાત એસ. ટી તંત્ર દ્વારા કેટલીક ભંગાર અને ખખડધજ બસો ચલાવવામાં આવી રહી છે. જેને સમિતિ સખ્ત શબ્દોમાં વખોડે છે. ચોમાસુ હોય ત્યારે દરેક બસમાં મિરર છે, વાઇપર ચાલુ છે, બ્રેક બરાબર છે કે કેમ તેની તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે. કારણ કે વાઇપર વગરની બસ મુસાફરો પર મોતની લટકતી તલવાર સમાન છે. એસ.ટી અમારી સલામત સવારી પરંતુ જવાબદારી તમારી

