
ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વરા કાયમી ભરતીને લઈને ફરી એક વખત વિરોધ પ્રદર્શન. જોબ ટ્રેનીમાં મળતીયાઓને સેટ કરવાનો આરોપ લગાવી કરાયો વિરોધ. મળતીયાઓને હટાવી કાયમ ભરતી કરવા માટેની કરાઈ માંગ.
જોબ ટ્રેનીમાં મળતીયાઓને સેટ કરાયાના આક્ષેપ
NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેની મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. NSUI દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે જોબ ટ્રેનીમાં મળતીયાઓને સેટ કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા દસ વર્ષથી કોઈ પણ પ્રકારની કાયમી ભરતી કરવામાં આવી નથી. જેને લઈને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
કાયમી ભરતી જાહેર કરવાની માંગ
વર્ષોથી ગુજરાત યુનિવર્સિટીની જે 370 જગ્યા પર પોતાના મળતીયાઓને સેટ કરાયા છે તે હટાવી કાયમી ભરતી કરવા બાબતે માંગ કરવામાં આવી. કુલપતિ દ્વારા જાણવા મળ્યું છે કે હાલ 370 જગ્યા ઉપર સરકારમાં રજૂઆત કરી છે અને આવનારા દસ દિવસમાં કાયમી ભરતી કરવામાં આવશે. જે 27 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી એની અંદર કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આગામી દિવસોમાં યુનિવર્સિટીમાં કાયમી ભરતી થશે તો હજારો પરિવારના વિદ્યાર્થીઓએ જે મહેનત કરી છે તેમનું સપનું સાકાર થશે.