Gujarat Weather: ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં ઘણાં શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

