Home / Gujarat : 4 dead, five injured in three serious accidents at three places

ગુજરાતમાં ત્રણ સ્થળે થયેલા ત્રણ ગંભીર અકસ્માતમાં 4ના મોત, પાંચ ઘાયલ સારવાર હેઠળ

ગુજરાતમાં ત્રણ સ્થળે થયેલા ત્રણ ગંભીર અકસ્માતમાં 4ના મોત, પાંચ ઘાયલ સારવાર હેઠળ

સમગ્ર ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ ગુજરાતભરમાંથી અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં ગુજરાતમાં અલગ અલગ સ્થળો પર થયેલા ત્રણ ગંભીર અકસ્માતમાં કુલ 4 લોકોના કરુણ મોત નિપજ્યાં છે જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નવસારીમાં ગાયની અડફેટે આવી જતાં યુવકનું મોત

નવસારી શહેરના GIDC વિસ્તારમાંથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં નવસારીમાં ફરી રખડતા ઢોરના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો છે. એક્ટિવા પર ઘરે જઇ રહેલા યુવક સામે અચાનક ગાય આવી જતાં યુવક પટકાયો હતો. રખડતા પશુ સાથે અથડાતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમજ અકસ્માતની જાણ થતા ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

યુવકના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક પોતાના એક્ટિવા પર પણ ફૂલ ઝડપે જતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ શરૂ કરી છે. રખડતા ઢોરના કારણે શહેરમાં અનેક અકસ્માતો થતા હોવા છતાં મહાનગરપાલિકા આ મામલે કોઈ નક્કર પગલા લેવાને બદલે ઘોર નિંદ્રામાં છે.

અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત

અમદાવાદ શહેરમાં ભારે વાહને વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં બ્રિજ નજીક આઇસર ટ્રકે રાહદારીને અડફેડે લીધા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં શંકર ગાયકવાડ નામના 46 વર્ષીય વ્યક્તિને આઇસર ટ્રકે અડફેડે લેતા આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આઇસર ગાડી ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ મામલે શહેરની એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત

સુરેન્દ્રનગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લીંબડી ધંધુકા હાઇવે ઉપર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યાં છે. હાઈવે પર ડુંગર તળાવ પાસે ટેન્કર અને CNG રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક મહિલા સહિત બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેથી તેમના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

Related News

Icon