Home / Gujarat / Surat : Power supply disruptions in South Gujarat

દક્ષિણ ગુજરાતમાં પાવર સપ્લાય અટકતા મુશ્કેલી, લાઈન ફોલ્ટ થતા ગરમીમાં લોકો ત્રાહીમામ

દક્ષિણ ગુજરાતમાં પાવર સપ્લાય અટકતા મુશ્કેલી, લાઈન ફોલ્ટ થતા ગરમીમાં લોકો ત્રાહીમામ

સમગ્ર દક્ષિણ ગુજરાતમા આજે લાઈન ફોલ્ટ થતાં પાવર કાપથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટમાં લોકો ગરમીથી શેકાઈ રહ્યાં છે તો બીજી તરફ વીજ કંપની દ્વારા અપાતો વીજ સપ્લાયમાં વારંવારના વિક્ષેપના કારણે લોકો ત્રાહિમામ થઈ રહ્યાં છે. સુરતના પાલ-પાલનપોર અને ઉગત સહિત અનેક વિસ્તારમાં વીજ કંપની દ્વારા પાવર સપ્લાય કરવામાં આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાવર કટનું કારણ શું?
ગેટકો અને એલએમયુ તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ દોઢસો કિલોમીટર દૂર આવેલા જાંબુઆમાં 400 kV આસોજ લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડમાં મોટો ખલેલ પહોંચી હતી. ઓછા વોલ્ટેજનો પ્રશ્ન ઉભો થયો હતો. પાવર ફ્લ્ચ્યુએટ થવા લાગ્યો હતો. આ કારણે SLDC તેને ઉકેલવા માટે પગલાં લઈ રહી છે. દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સિસ્ટમમાં વોલ્ટેજ ચકાસણી કરી સ્ટેબલ થઈ શકે છે.

500 મેગાવોટનું ઉત્પાદન ઘટ્યું

ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થયા જેના કારણે 500 મેગાવોટનું ઉત્પાદન ઘટ્યું હતું. ડીજીવીસીએલની માંગ 5200 મેગાવોટથી ઘટીને 700 મેગાવોટ થઈ ગઈ. હાલમાં ડીજીવીસીએલનો ભાર 700 થી વધીને 1040 મેગાવોટ થયો છે જે હજુ પણ સ્થિર નથી. ડીજીવીસીએલ હેઠળના વિવિધ એસએસ પર શૂન્ય પાવર લોડ ઘટાડવા અને સિસ્ટમને અંધારામાં જતી અટકાવવા માટે કાર્યરત એસપીએસને કારણે છે.

શું કહ્યું ડીજીવીસીએલના એમડીએ?

ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ કહ્યું કે, 400 કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ટ્રીપ થઈ હતી. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર (જાંબુઆ)માં તે રિસ્ટોર કરવા પ્રયાસ ચાલી રહ્યાં છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સમસ્યા છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં પાવર કટ થયો હતો.

ફ્રિજ-ટીવી બંધ રાખવાના મેસેજ ફરતા થયા

વારંવાર પાવરનો સપ્લાય વધઘટ થતો હોવાના લીધે લોકો ગભરાયા હતા અને સોશિયલ મીડિયામાં ટીવી, ફ્રિજ સહિતની ઈલેક્ટ્રોનિક આઈટમો બંધ રાખવાના મેસેજ ફરતા થયા હતા.

ટ્રેનો અટકી ગઈ, સુમુલમાં જનરેટર ચાલુ કરવું પડ્યું

અચાનક વીજ પુરવઠો કટ થતા જનજીવન થંભી ગયું હતું. લોકો ઘર-ઓફિસમાં પરસેવે રેબઝેબ થવા લાગ્યા હતા. બીજી તરફ પાવર સપ્લાય અટકી જતા રેલ વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો. સુમલ ડેરીનો પ્લાન્ટ પણ બંધ થયો હતો. પ્લાન્ટ શરૂ કરવા જનરેટર ચાલુ કરવા પડ્યા હતા.

Related News

Icon