
યુનાઇટેડ પાવરલિફ્ટિંગ ઇન્ડિયા, સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત અને સુરત સિટી પોલીસ દ્વારા સુરત ખાતે ઓપન એશિયા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ અગાઉ નેશનલ લેવલ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભરુચ જિલ્લાની ત્રણ પરિણીત મહિલાઓ સહિત ચાર મહિલાઓએ ભાગ લઈ આ મહિલાઓએ નારી શક્તિના દર્શન કરાવી વિવિધ કેટેગરીમાં નવ મેડલોનો વરસાદ કર્યો હતો.
ભારત અને ભરુચનું નામ રોશન કર્યુ
એશિયા ઓપન આ સ્પર્ધામાં સમસલ પટેલે 44 kg જુનિયર કેટેગરી ડેડ લિફ્ટમા ગોલ્ડ, મીનાક્ષી તિવારીને 90kg સિનિયર કેટેગરીમાં પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ, પુશ-પુલમાં ગોલ્ડ અને બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે ઉપરાંત નિશા પટેલે 56 kg સિનિયરમાં પૂશ-પુલમાં બ્રોન્ઝ મેડલ અને બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો અને રેશમી સિંગ ને 67.5 kg સિનિયર કેટેગરીમાં પૂસ-પુલ માં ગોલ્ડ અને બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ માં ગોલ્ડ મેડલ મેળવીને ભારત અને ભરૂચનું નામ રોશન કર્યું છે.
મહિલાઓને કરી અપીલ
હાઉસવાઈફ એમનું ઘર એમના પરિવારની સારસંભાળ રાખવા સાથે સાથે પાવર લિફ્ટની ટ્રેનીંગ બધું મેનેજ કરીને કોમ્પિટિશનમાં ભાગ લઈ અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી છે. જેમાં તેમને ટ્રેનિંગ સાથે પોતાનું ડાયટ અને ઘરના લોકોની સારસંભાળ, જમવાનું છોકરાઓની સ્કૂલનું ધ્યાન રાખવું પડતું હોય છે. છતાં પણ એ લોકો ટ્રેનિંગ માટે રોજના બે કલાક કાઢીને પોતાની ટ્રેનિંગ લે છે અને આવી નેશનલ કે એશિયા લેવલની કોમ્પિટિશનમાં ભાગ લઈ મેડલો મેળવ્યા છે. તેઓ તેમની આ સફળતાથી અત્યંત ખુશ થઈ તે માટે તો પરિવારજનો તેમજ કોચ હર્ષિલ પટેલનો આભાર માની તેઓના સહકાર વગર આ શક્ય બન્યું ના હોત તેમ કહી આજની મહિલાઓને પોતાના રોજિંદા કામકાજ અને જવાબદારીમાંથી થોડો સમય પોતાના માટે પણ કાઢવા અપીલ કરી છે.