
બિકાનેરથી એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા વેઈટલિફ્ટર યશ્તિકા આચાર્યનું વેઈટલિફ્ટિંગ દરમિયાન દુઃખદ અવસાન થયું છે. થોડા દિવસો પહેલા ગોવામાં યોજાયેલી 33મી નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં યશ્તિકાએ ઈક્વિપ્ડ કેટેગરીમાં ગોલ્ડ અને ક્લાસિક કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તાજેતરમાં નેશનલ ચેમ્પિયન બનેલી યશ્તિકા આચાર્ય સ્ટેટ ટૂર્નામેન્ટની તૈયારી કરી રહી હતી. યશ્તિકાના પિતા, ઐશ્વર્યા આચાર્ય એક કોન્ટ્રાક્ટર છે.
મંગળવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ, બિકાનેરના આચાર્ય ચોકમાં રહેતી યશ્તિકા રાબેતા મુજબ પ્રેક્ટિસ કરી રહી હતી. તેના કોચ પણ તેની સાથે હતા. ત્યારે અચાનક બધો ભાર તેની ગરદન પર આવી ગયો. આ પછી, તેની આસપાસ હાજર અન્ય ખેલાડીઓએ તેના પરથી વજન દૂર કર્યો.
યશ્તિકા આચાર્યને સૌપ્રથમ જીમમાં જ CPR અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે તેના શરીરમાં કોઈ હિલચાલ ન થઈ, ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. 17 વર્ષની યશ્તિકા આચાર્યનો પરિવાર એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયો હતો. યશ્તિકાને પણ લગ્ન સમારોહમાં હાજરી આપવાની હતી પરંતુ તેની પ્રેક્ટિસને કારણે તે ન ગઈ.
https://twitter.com/RishikeshViews/status/1892207297356509370
ટ્રેનરને પણ ઈજા થઈ
આ ઘટના ત્યારે બની જ્યારે યશ્તિકા આચાર્યને તેના ટ્રેનર દ્વારા વજન ઉપાડવાનું કહેવામાં આવી રહ્યું હતું. આ ઘટનામાં ટ્રેનરને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. સમાચાર અનુસાર, પરિવાર દ્વારા આ અંગે કોઈ કેસ નથી નોંધવામાં આવ્યો. બુધવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
પાવરલિફ્ટિંગ શું છે?
પાવરલિફ્ટિં એ વજન ઉપાડવાની એક ગેમ છે. તેને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ. સ્ક્વોટ શરીરના નીચલા ભાગની તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બેન્ચ પ્રેસ શરીરના ઉપરના ભાગની તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને ડેડલિફ્ટ આખા શરીરની તાકાત અને પકડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.