
છેલ્લા કેટલાક દિવસોથી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે છૂટાછેડા પછી, ચહલે ધનશ્રીને ભરણપોષણ તરીકે 60 કરોડ રૂપિયા ચૂકવવા પડી શકે છે. જોકે, આ અફવાઓમાં કેટલી સત્યતા તેના વિશે કોઈને જન નથી. ચહલે પોસ્ટ દ્વારા કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે.
"મારી સફર હજુ પૂરી નથી થઈ"
યુઝવેન્દ્ર ચહલે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું, “હું મારા બધા ફેન્સનો ખૂબ ખૂબ આભારી છું, જેમના અતૂટ પ્રેમ અને સમર્થન વિના હું અહીં સુધી ન પહોંચી શક્યો હોત. પરંતુ મારી સફર હજી પૂરી નથી થઈ. મારા દેશ, મારી ટીમ અને મારા ફેન્સ માટે બોલિંગ કરવા માટે હજુ ઘણી શાનદાર ઓવર બાકી છે!”
તેણે વધુમાં ઉમેર્યું, "એક ખેલાડી હોવા ઉપરાંત, હું એક પુત્ર, ભાઈ અને મિત્ર પણ છું. હું સમજી શકું છું કે લોકો તાજેતરની ઘટના વિશે, ખાસ કરીને મારા અંગત જીવન વિશે જાણવા માટે ઉત્સુક છે. જોકે, મેં સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ જોઈ છે જે સાચી હોઈ શકે છે અથવા ન પણ હોય."
"એક પુત્ર, ભાઈ અને મિત્ર તરીકે, હું દરેકને વિનંતી કરું છું કે આવી અટકળોમાં ઊંડા ન ઉતરો કારણ કે તેનાથી મને અને મારા પરિવારને ખૂબ દુઃખ થયું છે. મારા કૌટુંબિક મૂલ્યોએ મને હંમેશા બધાનું ભલું ઈચ્છવાનું અને શોર્ટકટ લઈને નહીં પણ સખત મહેનત અને પ્રામાણિકતા દ્વારા સફળતા પ્રાપ્ત કરવાનું શીખવ્યું છે. હું આ મૂલ્યોનું પાલન કરતો રહીશ. ભગવાનની કૃપાથી, હું હંમેશા તમારા પ્રેમ અને સમર્થનની અપેક્ષા રાખું છું, સહાનુભૂતિ નહીં."
ચહલ અને ધનશ્રીનો સંબંધ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. ધનશ્રી એક ડાન્સર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી, તેમની ઓછી વાતચીત અને સોશિયલ મીડિયા પર પ્રવૃત્તિઓમાં ફેરફારને કારણે ફેન્સમાં છૂટાછેડાની અફવાઓ ફેલાઈ રહી છે.
યુઝવેન્દ્ર ચહલની પોસ્ટ પરથી લાગે છે કે છૂટાછેડા અને 60 કરોડ રૂપિયાના ભરણપોષણના સમાચાર ખોટા હોઈ શકે છે. તેણે સ્પષ્ટપણે કહ્યું કે ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ અને અંગત જીવનમાં બિનજરૂરી દખલ ન કરવી જોઈએ. હવે જોવાનું એ રહે છે કે ધનશ્રી વર્મા આ મામલે શું પ્રતિક્રિયા આપે છે.