Home / Gujarat / Ahmedabad : 17 teams join investigation into Ahmedabad plane crash

અમદાવાદ વિમાન દુર્ઘટના તપાસમાં 17 ટીમ જોડાઇ, બોઇંગની ટીમ પણ આવી

અમદાવાદ વિમાન દુર્ઘટના તપાસમાં 17 ટીમ જોડાઇ, બોઇંગની ટીમ પણ આવી

અમદાવાદમાં 275 લોકો માટે જીવલેણ બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ બ્લેક બોક્સ મળી આવતાં આરંભી દેવામાં આવી છે. બી.જે.મેડિકલ કોલેજની મેસના ધાબા ઉપર ફસાયેલી વિમાનની ટેઇલમાં બ્લેકબોક્સ કબ્જે કરીને કેન્દ્ર સરકારના સિવિલ એવિએશન વિભાગના તાબામાં આવતા એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરી છે.રાજ્ય અને કેન્દ્રની કૂલ 17 ટીમો તપાસમાં જોડાઇ છે. દુર્ઘટનાને લઇને 50થી વધુ મુદ્દાની તપાસ હાથ ધરાઇ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજ્ય અને કેન્દ્રની 17 ટીમો તપાસમાં જોડાઇ

અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઇને રાજ્ય અને કેન્દ્રની કૂલ 17 ટીમો તપાસમાં જોડાઇ છે. દુર્ઘટનાને લઇને 50થી વધુ મુદ્દાની તપાસ હાથ ધરાઇ છે. દિલ્હી એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ સુધીના તમામ ગ્રાઉન્ડ સ્ટાફની પૂછપરછ હાથ ધરાઇ છે. સમગ્ર કેસમાં NIAની કામગીરી મહત્ત્વની રહેશે. બ્રિટિશ હાઇ કમિશનની ટીમનો પણ સમાવેશ થાય છે.ગુજરાત પોલીસ, ગુજરાત ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, NSG, NIA સહિતની એજન્સીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈને ઝીણવટ પૂર્વકની તપાસનો દોર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ NIAની ટીમ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસની શરૂઆત કરવામાં આવી છે.તપાસ કમિટીએ SRP કેમ્પમાં પોતાનું હેડક્વાર્ટર બનાવ્યું છે.

તપાસમાં 17 ટીમ જોડાઇ

અમદાવાદ ફાયર
બ્રિટિશ હાઈ કમિશન
NIA
MOH
DGCI
સ્ટેટ FSL
NFSU
ARFF
CISF
BSF
ARMY
સ્ટેટ IB
સ્ટેટ વિજિલન્સ
સેન્ટ્રલ IB
PMO એક્સપર્ટની એક ટીમ
CMO એક્સપર્ટની એક ટીમ
AIB (એરક્રાફ્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો)

કેવી રીતે બની દુર્ઘટના?

અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી તેની એક જ મિનિટમાં એરઇન્ડિયાની ફ્લાઇટ તૂટી પડતાં 275 લોકોના મોત થયા છે. કોઇ કારણોસર એન્જિન લોક થવાથી સર્જાયેલી દુર્ઘટનામાં વિમાનની ટેઇલ પ્રથમ બી.જે.મેડિકલ કોલેજની મેસ બિલ્ડીંગના ધાબા સાથે ટકરાઇ હતી. આ બિલ્ડીંગમાં વિમાનનો પાછળનો ભાગ અથડાયો તે સાથે જ ધડાકો થયો હતો અને વિમાનને સળગતાં પાર્ટ 300 મિટરના વિસ્તારમાં તેમજ ડોક્ટર્સ રેસિડન્ટના ચાર ટાવરમાં ફેલાયાં હતા કે અંદર ઘુસી ગયા હતાં. બોઇંગ 787 ડ્રીમલાઇનનું એન્જિન બ્લોક થયું હોય અને આવી દુર્ઘટના પ્રથમ વખત બની હોવાથી આંતરરાષ્ટ્રીય પડઘા પડ્યાં છે. દુર્ઘટનાનું સ્પષ્ટ કારણ વિમાનનું બ્લેક બોક્સથી જ સ્પષ્ટ થાય તેમ છે. પ્લેનનું બ્લેકબોક્સ શુક્રવાર બપોરે બી.જે.મેડિકલ કોલેજના મેસક ધરાવતા રેસિડેન્સીયલ ક્વાર્ટર્સ બિલ્ડીંગના ધાબા ઉપર તૂટેલી ટેઇલમાંથી રિકવર કરવામાં આવી છે. 

 

 

 

 


Icon