Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગુરુવારે 12મી જૂને બપોરના 1.30 વાગ્યાના સુમારે લંડન જતી એર ઈન્ડિયાની સીધી ફલાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડયાને પ્રચંડ વિસ્ફોટ સાથે ક્રેશ થઈ ગયું હતું. જેમાં લંડન જતા મુસાફરો સહિત પાયલોટ અને ક્રૂ મેમ્બર્સનાં મોત થયા હતા.જો કે, આજે બીજા દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતદેહો લેવા એમ્બ્યુલન્સની મોટી લાઈન લાગી હતી. આ દ્રશ્ય અગાઉ કોરોનાકાળની યાદ અપાવી જાય તેવું હતું.