
Ahmedabad News: ગુજરાતમાંથી સતત ઠેક ઠેકાણેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. એવામાં ફરી અમદાવાદમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ SOGએ 11 લાખના એમડી ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરી છે. મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જુના આરોપીની તપાસ દરમિયાન ડ્રગ્સ મળી આવ્યું હતું. મેન્ટર પ્રોજેક્ટ એટલે જે પેડલર છે તેના પર એક પોલીસકર્મી રાખવો તેમજ તેની હલચલ પર નજર રાખવી. આ ત્રણેય લોકો છૂટકમજૂરી કામ કરતા હતા.
દાણીલીમડા વિસ્તારમાં રેડ કરી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 109 ગ્રામ 710 મિલિગ્રામનો એમડી ડ્રગ્સ પકડી પાડયું છે. અગાઉ મોઇન પાસે ડ્રગ્સ ઝડપાયું હતું તેમજ NDPSના તેના પર આ ત્રીજો ગુનો છે. મોઇન અને તેનો ભાઈ એમપીના રતલામથી આ ડ્રગ્સ લાવ્યા હતા. 2022- 23માં પણ મોઇન વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલે SOG પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.