અમદાવાદ મહાનગરમાં અકસ્માતની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં બાપુનગર વિસ્તારમાં કાર ચાલકે બેફામ રીતે ગાડી ચલાવી લોકોને ફંગોળ્યા. ત્રણ લોકોને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા.
બેફામ ગાડી હાંકી લોકોને ઉડાવ્યા
શહેરના બાપુનગર વિસ્તારની હરદાસ ચોકી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બેફામ બનેલા કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. મિત્રો સાથે ઝગડો કરી ભાગવા જતા કારચાલકે લોકોને અડફેટે લીધા હતા. ઘટના બાદ કારચાલક યુવક પુર ઝડપથી ગાડી હાંકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે અન્ય બે લોકો સામાન્ય રીતે ઘવાયા હતા. કરણ નામના કાર ચાલકે અકસ્માત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. હાલ ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.