
ભારત અને પાકિસ્તાનના તણાવની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા કેટલીક ટ્રેન અને ફ્લાઈટને રદ્દ કરવામાં આવી છે. PoK સ્થિત આતંકી અડ્ડાઓ પર ભારતના હુમલા બાદ પાકિસ્તાને ડ્રોન તથા મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા ગુજરાત, રાજસ્તાન, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક સરહદી વિસ્તારો પ હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે તંત્ર દ્વારા કેટલીક ટ્રેન તથા ફલાઈટને રદ્દ કરવામાં આવી છે.
અમદાવાદથી જતી આ ટ્રેનને રદ કરવામાં આવી
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ જંકશનથી ચાલનારી કેટલીક ટ્રેનોને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
- તારીખ 10.05.2025ની ટ્રેન નંબર 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ વિશેષ ટ્રેન
- તારીખ 09.05.2025ની ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ
- તારીખ 10.05.2025ની ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ
- તારીખ 09.05.2025ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
- તારીખ 10.05.2025ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકો છે.
અમદાવાદથી ત્રણ સ્થળે જતી ફ્લાઈટ રદ
આ સાથે જ ભારત પાકિસ્તાનની તણાવની સ્થિતિમાં હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. અમદાવાદ એરપોર્ટથી અવર જવર કરતી ત્રણ ફ્લાઈટ રદ થઈ છે. અમદાવાદ એરપોર્ટથી જોધપુર, ભુજ અને ચંદીગઢ જતી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. હાલ અમદાવાદ એરપોર્ટ કાર્યરત જોવા મળી રહ્યું છે.