
પહેલગામ હુમલાના જવાબમાં Operation Sindoor બાદ પાકિસ્તાન ડરી ગયું છે અને ભારત પર સતત મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કરી રહ્યું છે. પાકિસ્તાનના હુમલાનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવને લઇને વિદેશ મંત્રાલય પત્રકાર પરિષદ કરી રહ્યું છે.
પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, 8-9 મેની રાત્રે પાકિસ્તાને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવાના ઉદ્દેશ્યથી હુમલો કર્યો હતો.આટલા મોટા ડ્રોન હુમલાનો અર્થ આ હતો કે તે ભારતની એર ડિફેન્સ સિસ્ટમની તાકાત કેટલી છે તે જાણવા માંગતા હતા. આ ડ્રોન તુર્કિએના હતા. ભારતે મોટાભાગના ડ્રોન હુમલાને નિષ્ફળ કરી નાખ્યો હતો. પાકિસ્તાને 36 જગ્યા પર 400થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો.
https://twitter.com/ANI/status/1920813654078788005
તુર્કિએના ડ્રોનનો ઉપયોગ થયો- કર્નલ સોફિયા કુરેશી
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, "પ્રાથમિક તપાસમાં ખબર પડી કે પાકિસ્તાને જે ડ્રોનનો ઉપયોગ કર્યો તે તુર્કિએના હતા. ભટિંડાના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું, UAVથી પ્રયાસ કરવામાં આવ્યો જેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.પાકિસ્તાની સેનાને પણ મોટું નુકસાન થયું હતું."
પાકિસ્તાને LoC પર ફાયરિંગ કર્યું: કર્નલ સોફિયા કુરેશી
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને LoC પર ભારે ગોળીબાર કર્યો છે. ઘૂસણખોરીનો પ્રયાસ પણ થયો હતો. તંગધાર, ઉરી અને ઉદ્યમપુરમાં ભારે ફાયરિંગ થયું છે. પાકિસ્તાનના ફાયરિંગથી નુકસાન થયું છે."
પાક પોતાના પેસેન્જર વિમાનને ઢાલ બનાવી રહ્યું છે
કર્નલ સોફિયાએ કહ્યું, "ભારતે 4 જવાબી ડ્રોન લોન્ચ કર્યા હતા. પાકિસ્તાન પોતાના પેસેન્જર વિમાનને ઢાલ બનાવી રહ્યું છે. હુમલા વચ્ચે પાકિસ્તાને કરાચીથી લાહોરની ફ્લાઇટ ચાલુ રાખી હતી. હુમલા વચ્ચે પાકિસ્તાને દમમથી લાહોરની ફ્લાઇટ લેન્ડ કરાવી હતી. ભારતે નાગરિક વિમાનને નુકસાન પહોંચાડ્યું નહતું."
કરતારપુર સાહિબ કોરિડોર આગામી આદેશ સુધી બંધ
કરતારપુર સાહિબ કોરિડોરના સવાલ પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, " વર્તમાન સુરક્ષાની સ્થિતિને જોતા કરતારપુર સાહિબ કોરિડોરની સેવાઓ આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે."
https://twitter.com/ANI/status/1920819659013599459