
Ahmedabad news: અમદાવાદ શહેરની Amc સામાન્ય સભા આજે મળી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાહી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ લોકો અંગે શોક વ્યક્ત કરી આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. ત્યારબાદ એએમસીની સામાન્ય સભામાં આતંકવાદી હુમલા પછી ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર અંગે સામાન્ય સભામાં અભિનંદન ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પીએમ અને સૈન્ય જવાનોને અભિનંદન આપતા ઠરાવ કરવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂરથી આતંકી અડ્ડાઓનો સફાયો બોલાવ્યો બદલ કેન્દ્ર સરકાર અને સેનાને અભિનંદન પાઠવવામાં આવ્યો. ત્યારબાદ અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ તળાવોની સ્થિતિ અને તેની અંદર થયેલા દબાણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
મળવી વિગતો અનુસાર, એએમસીની સામાન્ય સભા મળી હતી. જેમાં શહેરના વિવિધ તળાવોમાં થયેલા દબાણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ દરમ્યાન વિપક્ષે ચંડોળા તળાવના અસરગ્રસ્તોને મકાન આપવાની વાત કરવામાં આવી હતી. મકાન માટે અસરગ્રસ્તોને 3 લાખ આપવાના છે, જેથી મહિને 30 હજારનો હપ્તો ભરવાનો છે. જો કે, વિપક્ષે કહ્યું કે, ઝૂંપડામાં રહેતી વ્યકિત મહિને 30 હજાર કઈ રીતે ભરી શકે? જેથી હપ્તાની રકમ ઘટાડીને 5 હજાર કરવાની માંગ કરી હતી. ચંડોળા ઉપરાંત અન્ય તળાવોમાં પણ દબાણ આવા દબાણ કેમ દૂર નથી થતા.?નિકોલ તળાવમાં BSNL દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. સૈજપુર તળાવમાં 40 દુકાનો બનાવવામાં આવી છે. રાણીપ તળાવની કેટલીક જમીન પર evmનું ગોડાઉન. કાળીગામ તળાવ પર હિન્દુસ્તાન પેટ્રોલિયમનું દબાણ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.